મારું નામ છે પાઠશાળા ના નિયમો :-

  1. અમદાવાદ માં ચાલતી શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘની પાઠશાળામાં જોડાશે તે જ બાળકો આ યોજનાનો લાભ લઇ શકશે.
  2. જે બાળકો Online Registration કરેલું હશે તે જ બાળકો Points માટે હકદાર બનશે. અને તેની ૧૦૦ રૂપિયાની ફી જે તે પાઠશાળા માં જમા કરાવવાની રહેશે.
  3. બાલક કે બાલિકાની જન્મ તારીખ 1ST જુન 2000 પછીની હોય અને 1ST જુન 2017 પહેલા હોય તે દરેક આ આયોજનમાં જોડાઈ શકે છે.
  4. જે બાલક કે બાલિકાની ઉંમર જો પાંચ વર્ષથી નાની છે, તો તેની જે તે જગ્યાએ ટીની મીની પાઠશાળા રહેશે અને તેમાં 20 થી 35 ની સંખ્યા રહેશે તે પ્રમાણે પાઠશાળા ની વ્યવસ્થા રહેશે.
  5. દર 6 મહિને એટલે કે જે દિવસ થી આ આયોજન ચાલુ થશે તેના 6 મહિના પછી ફરીથી form ચાલુ કરવામાં આવશે અને જે બાલક કે બાલિકાના પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા હશે તે બાલક કે બાલિકા Online Registration કરી શકશે અને આ આયોજન માં ભાગ લઇ શકશે. આ જ રીતે દર 6 મહીને Registration ચાલુ થશે, તેની વચ્ચે કોઈ પણ બાલક કે બાલિકાને Online Registration થઇ નહિ શકે તેની દરેક માતા-પિતા એ ખાસ નોધ લેવી.
  6. શ્રી સંઘની ચાલતી તમામ પાઠશાળાની સંખ્યા minimum 20 થી 35 ની વચ્ચે રહેશે, જો કોઈ પાઠશાળા ની સંખ્યા ઓછી રહેશે તો જે તે બાલક કે બાલિકાને નજીકની પાઠશાળા માં transfer કરવાની સત્તા કમિટી ની રહેશે અથવા તો જે તે બાલક કે બાલિકા ના માતા-પિતા ને પૂછીને કરવામાં આવશે.
  7. શ્રી સંઘની ચાલતી પાઠશાળામાં દરેક બાલક ની minimum 30 મિનીટ ની હાજરી જોઈશે તો જ તેને હાજરી ના POINT મળશે તેની ખાસ નોધ લેવી.
  8. અમદાવાદ વિસ્તાર માં શ્રી સંઘની નક્કી કરેલી પાઠશાળા માં બાળકોની હાજરી અને ગાથા પ્રમાણે points જે તે પંડિતજી અને ટીચર ધ્વારા online માધ્યમ થી મળશે.
  9. અમદાવાદમાં ચાલતી શ્રી સંઘની દરેક પાઠશાળામાં નીચે પ્રમાણે 6 દિવસની વિગત.
    1) સોમવાર, મંગળવાર અને ગુરુવારે નવી ગાથા.
    2) બુધવાર અને શુક્રવારે સૂત્ર ના અર્થ.
    3) શનિવારે તત્વ નો અભ્યાસ.
  10. કોઈ પણ બાલક કે બાલિકાઓને માટે પાઠશાળામાં આશન + પુસ્તક + સાપડો ફરજીયાત રહેશે.
  11. પાઠશાળા માં બાળકોએ ઝબ્ભો લેઘો અને બાલિકાઓએ મર્યાદિત વસ્ત્રો માં જ આવવાનું રહેશે. જે પણ બાલક કે બાલિકા આ નિયમ પ્રમાણે ના આવે તો પંડિતજી કે ટીચર તેને entry આપશે નહિ.
  12. દરેક પાઠશાળામાં દરેક બાલક અને બાલીકાઓને પંડિતજીને પ્રણામ કર્યાં પછી ત્યાં રહેલા પરમાત્મા – ગુરુદેવ – સરસ્વતી માતાના દર્શન કરી જ્ઞાનના પાંચ ખમાસમણા અવશ્ય આપવા........
  13. જે તે બાલકના ગાથા ના points આખું સૂત્ર પૂર્ણ આપ્યા પછી જ એને online માધ્યમ થી points મળશે તેની દરેકે ખાસ નોધ લેવી.
  14. કોઈ બાલક ધ્વારા વિશેષ તપશ્ચર્યા જેમાં અઠ્ઠઈ, દસ ઉપવાસ, ચૌસઠ પ્રહર પૌષદ, માસક્ષમણ, સિદ્ધીતપ, ઉપધાન તપ, વર્ષીતપ, વર્ધમાન તપ નો પાયો, સોળ ઉપવાસ માટે પણ points મળશે તદ્ ઉપરાંત નવા સૂત્ર, નવા અર્થ, હાજરી, તેહવારો ની બાધા દા.ત. ફટાકડાની બાધા માટે પણ points મળશે તેની દરેકે ખાસ નોધ લેવી.
  15. બાળકો માં સુસંસ્કાર માટે ૧૦ નિયમો નું કાર્ડ, જેમાં બાળકોને નિયમો ના point સ્વરૂપે સુસંસ્કારો ની સોનામોહરો મળશે. જે બાળક બધા જ નિયમો કરશે તો તેમને દિવસની 100 સોનામોહરો POINT સ્વરૂપે મળશે.
  16. આ આયોજન માં આપણે ધોરણ સિસ્ટમ લાવીએ છીએ એટલે દરેક બાલક કે બાલીકાએ ફરજીયાત પહેલા ધોરણ થી Exam આપવાની રહેશે.
  17. પાઠશાળા માં દર 6 મહીને નક્કી કરેલ ધોરણની Exam રાખવામાં આવશે અને તે બહારના ગુરુજી કે ટીચર ધ્વારા જ લેવામાં આવશે અને જે તે બાલક ને Exam ના points મળશે. તે જ સમય માં 6 મહિના માં તેને ભેગા કરેલા બધા જ points ને Redemption કરાવી શકશે. Exam આપવી Compulsory છે.
  18. જે બાળક કે બાલિકા ના 6૦% થી નીચે marks આવશે તેને ફરીથી જે તે ધોરણની પરીક્ષા આપવાની રહેશે.
  19. કોઈ બાળક કે બાલીકાએ એક કરતા વધારે ધોરણની તૈયારી કરીને exam આપવી હશે તો આપી શકશે અને જો તે વધારે ધોરણ પાસ કરે છે તો તે પ્રમાણે તેને points મળશે. અહી ખાસ નોધ લેવી કે Exam દર ૬ મહીને લેવામાં આવશે અને તેની જાણ અગાઉથી કરવામાં આવશે.
  20. પરીક્ષામાં સૌથી વધારે marks થી ઉત્તીણ થયેલા પહેલા ૩૦ બાળક કે બાલિકાઓનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે તેની ખાસ નોધ લેવી.
  21. દરેક બાલક અને બાલિકાને ધોરણ માટેના અભ્યાસક્રમ માટે એક પુસ્તક ફરજીયાત લેવાની રહેશે અને Exam પણ તેના આધારે જ રહેશે. તેને છપાવવાની જે કિંમત હશે તે પ્રમાણે જ દરેક બાલક અને બાલિકા પાસે થી લેવામાં આવશે.
  22. પાઠશાળા માં સપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરી સારા માર્ક્સ થી ઉત્તીર્ણ થયેલ બાળકોને વિશિષ્ટ point નક્કી કર્યાં મુજબ અલગથી અપાશે.
  23. પાઠશાળાની વિશિષ્ટ માહિતી online application ઉપર થી જાણવા મળી જશે.
  24. શ્રી સંઘની ચાલતી દરેક પાઠશાળા ના જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તે દરેક માતા-પિતાએ ખાસ વાંચી લેવા.
  25. પાઠશાળામાં જે પણ ગુરુજી કે ટીચર પાસે જે પણ બાળકો અભ્યાસ કરી સારા માર્ક્સ થી ઉત્તીણ થશે તો તે બાળકોના ગુરુજી અને ટીચર નું પણ શ્રેષ્ઠ બહુમાન થશે.
  26. પાઠશાળામાંથી નામ નીકળવાની સત્તા પંડિતજી કે ટીચરની રહેશે જો કોઈ પણ જાતની ગેરવર્તુણક કરતા બાલક કે બાલિકા માટે.
  27. દર 6 મહિને બાલક કે બાલિકાની પાઠશાળા માં minimum હાજરી 100 દિવસની ફરજીયાત જોઈશે.
  28. ઉપરના કોઈ પણ નિયમો ના ફેરફાર, Online Registration સ્વીકારવાનો અને જે તે પાઠશાળા માં બાળકોની ભરતી કરવાનો અંતિમ નિર્યણ કમિટીનો રહેશે.
  29. મેં એટલે કે જે બાલક કે બાલીકા આ form ભરી રહ્યા છે તે અને તેમના માતા પિતા ઉપર ના દરેક નિયમ બરાબર વાચ્યા છે.